ફિલ્મ જગત
News of Tuesday, 22nd October 2019

કેટરિના કૈફ સાથે મેકઅપ માટે પહોંચેલા રણવીરસિંહે કહ્યું મને પણ હોટ બનાવી દોઃ સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

નવી દિલ્હી: કેટરીના કૈફની સુંદરતા માટે દરેક વ્યક્તિ દિવાનો છે, દરેક અભિનેત્રી અને છોકરી તેમના જેવા દેખાવાના સપના જુએ છે. પરંતુ તાજેતરમાં 'વોગ 2019' દરમિયાન કંઈક એવું બન્યું હતું કે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. એવોર્ડ ફંક્શન પહેલા કેટરિના કૈફ  મેક અપ કરી રહી હતી અને બોલિવૂડ સુપરસ્ટાર ગઈ હતી અને બોલ્યો 'મને પણ હોટ બનાવી દો'.

કેટરિના કૈફ પાસે મેકઅપ કરાવનાર સુપરસ્ટાર બીજું કંઈ નહીં પરંતુ આપણા સુપરસ્ટાઇલ અને ફેશન આઈકોન રણવીર સિંહ છે. કેટરિના કૈફે આ વીડિયોને પોતાની સોશિયલ મીડિયા વોલ પર શેર કર્યો છે. કેટરિના કૈફ (Katrina Kaif) અને રણવીર સિંહનો આ ફની વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટરિના કૈફ લિપસ્ટિક લગાવી રહી છે. તે દરમિયાન રણવીર સિંહની એન્ટ્રી થાય છે. વીડિયોમાં બંને રેડ આઉટફિટ્સમાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ રણવીર સિંહની વિનંતી બાદ કેટરિના કૈફ, રણવીર સિંહની આંખોમાં કાજલ લગાવે છે.

તે દરમિયાન રણવીર સિંહએ કહ્યું છે કે, 'પદ્માવત' અને 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોને લઇને ભૂમિકાના કારણે તે પહેલા પણ કાજલ લગાવી ચુક્યો છે. તમને જણાવી દઇએ કે, આ એક પ્રમોશનલ વિડ્યો છે. વીડિયોમાં રણવીર સિંહ હંમેશાની જેમ બિંદાસ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

(5:31 pm IST)