ફિલ્મ જગત
News of Tuesday, 22nd October 2019

રાણા દગ્ગુબાતી ધાર્મિક ફિલ્મમાં

ફિલ્મ બાહુબલીમાં ભલ્લાદેવની ભૂમિકા ભજવીને જાણીતા થયેલ સાઉથના એકટર રાણા દગ્ગુબાતીની એક તસવીર હાલમાં ખૂબ વાયરલ થઈ હતી. તસવીરમાં રાણા ખૂબ જ દુબળો પાતળો જોવા મળી રહ્યો છે. બાહુબલીમાં દમદાર બોડીને કારણે ચર્ચામાં રહેલા રાણાની આ તવીર જોઈને તેના ફેન્સ હેરાન રહી ગયા હતાં. રાણા દગ્ગુબાતીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો મૂકયો છે જેમાં તે એક બ્રાન્ડનું પ્રમોશન કરતો તે દેખાય છે. હલ્ક જેવી બોડી બનાવનાર રાણા દગ્ગુબાતી આ ફોટામાં ખુબ જ પાતળો લાગે છે. આ ફોટા બાદ ચાહકો જુદી જુદી અટકળો લગાવી રહ્યા છે. ફોટાના કોમેન્ટ સેકશનમાં લોકો પૂછી રહ્યા છે કે તે કેમ આટલો નબળો લાગી રહ્યો છે? અમુક લોકોને તો ફોટો જોઈને આંખો પર વિશ્વાસ નથી થતો. થોડા દિવસો પહેલા રાણાએ પોતાની બીમારી અંગે કહ્યું કે, આ ન્યુઝ પાયાવિહોણા છે. હું આ અંગે સ્પષ્ટતા કરી થાકી ગયો છું. હું એકદમ ફિટ અને મજામા છું. મારા ખ્યાલથી મારી તબિયત ખરાબ થવાનો ટોપિક બહુ જ બોરિંગ છે. પરંતુ મને એ વાતની ખુશી છે કે લોકો મને આટલો પ્રેમ કરે છે અને મારી ચિંતા કરે છે.રાણાએ કહ્યું કે તે તેની બિગ બજેટ ફિલ્મના પ્રી પ્રોડકશન પર કામ કરી રહ્યો છે. ફિલ્મનું નામ હિરણ્યકશ્યપ છે. આ એક ધાર્મિક ફિલ્મ છે.

(9:55 am IST)