ફિલ્મ જગત
News of Tuesday, 22nd October 2019

ડિમ્પલ કાપડીયા હોલીવૂડની ફિલ્મ

 અભિનેત્રી ટિવન્કલની માતા અને ખિલાડી કુમાર અક્ષય કુમારના સાસુ ડિમ્પલ કાપડિયા લાંબા સમય પછી ફરીથી ફિલ્મી પરદે જોવા મળશે.  ક્રિસ્ટોફર નોલની અગામી ફિલ્મમાં તે કામ કરી રહી છે. ફિલ્મનું નામ ટેનેટ છે. નિર્માતાઓએ તાજેતરમાં જ ડિમ્પલ કાપડિયાના નામની અનાઉન્સમેન્ટ કરી હતી. એરોન ટેલર, જોનસન, કેનેથ બ્રાનધ, કલેમેંસ પોસી અને માઈકલ કેન પણ આ ફિલ્મના કલાકારોમાં સામેલ થયા છે. હાલમાં જ ડિમ્પલ જુહૂમાં સલૂનની બહાર જોવા મળી હતી. તેણે ગ્રે કલરની ઈનરની ઉપર વ્હાઈટ કલરનું ઓવરકોટ અને બ્લેક કલરની લેગિન્સ પહેર્યું હતું. હાલ આ તસવીરો સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થઈ છે. બ્લેક બેગ અને ખુલ્લા વાળમાં ડિમ્પલ કાપડિયા કંઈક અલગ જ લાગતી હતી. ડિમ્પલ કાપડિયા આ પહેલા પણ એક હોલીવૂડ ફિલ્મમાં જોવા મળી હતી. એકસઠ વર્ષની ઉમરે ડિમ્પલ હવે ફરીથી નવી ફિલ્મમાં જોવા મળશે.

(9:54 am IST)