ફિલ્મ જગત
News of Tuesday, 22nd October 2019

કાવ્યાના રોલમાં ઉર્વશી

ઉર્વશી રૌતેલાની આગામી ફિલ્મ કોમેડી છે. તેમાં તે એક અલગ જ પાત્રમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે જોન અબ્રાહમ અને અનિલ કપૂર સાથે કામ કરી છે. આ ફિલ્મમાં તે કાવ્યાના પાત્રમાં જોવા મળશે. તાજેતરમા આ ફિલ્મનું પોસ્ટર બહાર પડયું છે જેમાં તેના નખ બહુ લાંબા દેખાઇ રહ્યા છે.  હું હુર પરી છું, અને તમે લોકો મને ભૂતની કહીને ઉદ્દેશી રહ્યા છો...તેમ તેણે ટ્વીટ કર્યું છે. જેના પરથી અંદાજ લગાડવામાં આવે છે કે, તેની ફિલ્મનો આ ડાયલોગ હોઇ શકે. ઉર્વશીએ કારકિર્દીની શરૂઆત ફિલ્મ સિંઘ સાહેબ ધ ગ્રેટ થકી કરી છે. તે એક અભિનેત્રીની સાથે સાથે એક સારી મોડલ અને ડાન્સર પણ છે. તેણે ૧૫ વરસની વયથી જ મોડલિંગ શરૂ કરી દીધું હતું, તે મિસ યૂનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરી ચુકી છે. હરિદ્વારના ઉત્તરાખંડની ઉર્વશીએ સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી-૪ સહિતની ફિલ્મો કરી છે. એક બંગાળી ફિલ્મમાં પણ કામ કર્યુ છે. કાબિલ ફિલ્મનું તેનું આઇટમ સોંગ હસીનો કા દિવાના...ખુબ હિટ થયું હતું.

 

(9:53 am IST)