ફિલ્મ જગત
News of Monday, 22nd October 2018

આયુષ્માન ખુરાનાની ફિલ્મ સ્ક્રિનિંગમાં પિતા અને ગર્લફ્રેન્ડ સાથે આવ્યો વરુણ ધવન

મુંબઈ: વરુણ ધવન તેના પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરા થયા બાદ ફેમિલી સાથે સમય વિતાવવાનું ચૂકતો નથી. એટલે જેવો એને સમય મળ્યો કે પાપા મશહૂર ડિરેક્ટર ડેવિડ ધવન સાથે ફિલ્મ જોવા ગયો હતો. વરુણ ધવન આયુષ્માન ખુરાનાની ફિલ્મ બધાઈ હો જોવા ગયો હતો. ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. વરુણ સાથે એની ગર્લફ્રેન્ડ નતાશા પણ નજરે પડી હતી. વરુણ અને નતાશા ઘણીવાર સાથે જોવા મળે છે અને તેમની રિલેશનશિપ ચર્ચામાં રહેતી હોય છે. વરુણ ટૂંક સમયમાં કરણના ચેટ શો કોફી વિથ કરણમાં કેટરીના કૈફ સાથે આવવાનો છે. વરુણ ફિલ્મોની સાથે એની ફિઝિક પર પણ ખાસ ધ્યાન આપી રહ્યો છે.

(5:23 pm IST)