News of Monday, 22nd October 2018
પાંચ વર્ષ પછી ફરી એકવાર સાથે કામ કરશે પ્રકાશ ઝા- અજય દેવગણ
મુંબઈ: બોલિવૂડમાં હંમેશ ડિરેક્ટર-પ્રોડયૂસર-એક્ટરની જોડીએ અનેક કીર્તિમાન મેળવ્યા છે. આવી એક જોડી છે અજય દેવગણ અને વૈવિધ્યસભર વિષય પર ફિલ્મ બનાવનાર નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાની. આ જોડીની ફિલ્મોએ બોલિવૂડના ચાહકોનું હંમેશ દિલ જીત્યું છે. છેલ્લે ૨૦૧૩માં સત્યાગ્રહમાં સાથે આવ્યા બાદ હવે ફરી આ જોડીએ હાથ મેળવ્યા છે. સૂત્રના જણાવ્યા મુજબ એક યથાર્થવાદી વિષય પર ફિલ્મ બનાવવા અંગે પ્રકાશ ઝાએ અજય દેવગણનો સંપર્ક કર્યો હતો. અજયને પણ આ કોન્સેપ્ટ ઘણો પસંદ પડયો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ડેવલપ થઈ ગયા બાદ અધિકૃત ઘોષણા કરાશે. પ્રકાશ ઝા અને અજય દેવગણે પાંચ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.
(5:26 pm IST)