ફિલ્મ જગત
News of Monday, 22nd October 2018

સૈફ અલી ખાનની ઈચ્છા નથી પત્ની કરીના કપૂર સાથે કામ કરવાની

મુંબઈ: લિસ્ટની કલાકાર જોડી અને વાસ્તવ જીવનમાં પતિ પત્ની એવા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન કદી સાથે ફિલ્મ નહીં કરેએક ઇન્ટરવ્યૂમાં સૈફે કહ્યંુ કે અમે બંનેએ છેલ્લે એજન્ટ વિનોદ ફિલ્મ સાથે કરી હતી. અમારી વચ્ચેની નિકટતાના પગલે અમે સ્વાભાવિક અભિનય કરી શક્યા નહોતા એવું અમારા ચાહકોને લાગ્યું હતું અને ફિલ્મ પીટાઇ ગઇ હતી. અમે સાથે બે ત્રણ ફિલ્મો કરી છે જેને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિભાવ મળ્યો નહોતો. એટલે મને એમ લાગ્યું હતું કે એક પરિવારના સભ્ય હોવાના નાતે અમે દર્શકોને રુચે એવો અભિનય કરી શકતા નહોતા. સાવ સ્વાભાવિક બની રહેતા હતા એટલે દર્શકોને બહુ મજા પડતી નહોતી. સંજોગોમાં સાથે કામ કરવાનો આગ્રહ જતો કરવો જોઇએ એમ અમને લાગ્યું હતું.આખરે તો દર્શકો જજ હોય છે. મનોરંજન પીરસવામાં પણ કેમેરા સામે જેને અભિનય કહે છે એવંુ કંઇક સર્જાવું જોઇએ. પતિ પત્ની હોવાના નાતે કે ગમે તે કારણે અમે સાથે હોઇએ ત્યારે જેને અભિનય કહે છે એવું નહોતા કરી શક્યા. દર્શકો અને સમીક્ષકો બંનેએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો એટલે અમે નક્કી કર્યુ ંહતું કે સાથે ફિલ્મ કરવી.

(5:21 pm IST)