ફિલ્મ જગત
News of Monday, 22nd October 2018

આવતા વર્ષે શરૂ થશે અક્ષયની હોરર કોમેડીનું શુટીંગ

હોરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી'ની સફળતાનો શ્રેય  રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂરના અભિનય ઉપરાંત જોરદાર વિષયને પણ મળ્યો છે. બોલીવૂડમાં ખુબ ઓછી હોરર કોમેડી ફિલ્મો બને છે. જેમાં અજય દેવગણ અને રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇનનો પણ સમાવેશ થાય છે. અક્ષય કુમારની ભુલભુલૈયા પણ આવી જ એક ફિલ્મ હતી અને સુપરહિટ રહી હતી. અક્ષય કુમાર એકશન અને કોમેડીમાં ખુબ નામના મેળવી ચુકયો છે. હવે તે વધુ એક વખત હોરર કોમેડી ફિલ્મ કરવાનો છે. તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ કંચનાઃ મુનિ-૨ની હિન્દી રિમેક બનવાની છે. આ ફિલ્મ માટે પહેલા અજય દેવગણ અને સલમાન ખાનના નામ ચર્ચાયા હતાં. પણ હવે નિર્માતા શબીના ખાને અક્ષય કુમારની પસંદગી કરી છે. તમિલ નિર્દેશક રાઘવ લોરેન્સ આ રિમેકનું નિર્દેશન કરશે. રાઘવે કંચનામાં નિર્દેશક ઉપરાંત રાઇટર, પ્રોડ્યુસર અને એકટરની ભૂમિકા પણ નિભાવી હતી. શુટીંગ આવતા વર્ષે શરૂ થશે.

(9:20 am IST)