ફિલ્મ જગત
News of Tuesday, 22nd September 2020

રણબીર-શ્રધ્ધાની જોડીઃ મુંબઇ પછી સ્પેનમાં શુટીંગ

પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્વીટી સહિતની સુપરહિટ ફિલ્મો આપી ચુકેલા નિર્દેશક લવ રંજન આગામી ફિલ્મ માટે નવી જ જોડીને પરદા પર લાવી રહ્યા છે. બોલીવૂડના સ્ટાર રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂરની જોડી એક સાથે જોવા મળશે. આ વર્ષના પ્રારંભે ફિલ્મનું શુટીંગ શરૂ થઇ જવાનું હતું. પરંતુ કોરોનાને કારણે એ અટકી ગયું હતું. હવે શુટીંગ ફરી ચાલુ થતાં આગામી દિવસોમાં શુટીંગનો ધમધમાટ શરૂ થઇ જવાની શકયતા છે. રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂરે ફિલ્મ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રારંભમાં ટેસ્ટ શેડ્યુલ થશે. એ પછી સલામતિ માટેની ગાઇડલાઇન્સના નિયમો જણાવાશે અને બાદમાં કામ આગળ વધશે. પ્રારંભે મુંબઇમાં શુટીંગ થશે. એ પછી લાંબા દિવસો સુધી સ્પેનમાં શુટીંગ કરવામાં આવશે. આ એક રોમાન્ટીક કોમેડી જોનરની ફિલ્મ છે. રણબીર તેની ઇમેજ મુજબ લવર બોયની ભુમિકામાં જોવા મળશે. આગામી એપ્રિલ સુધીમાં શુટીંગ પુરૂ કરી લેવાનો અંદાજ છે. નિર્માતા ભુષણ કુમારની ટી-સિરીઝ કંપની ફિલ્મ બનાવી રહી છે.

(9:54 am IST)