અનુષ્કા શેટ્ટીની નિઃશબ્દ આવશે ઓકટોબરમાં
ડિજીટલ પ્લેટફોર્મ પર સતત નવા નવા વિષયોની ફિલ્મો રિલીઝ થતી રહે છે. અમેઝોન પ્રાઇમ પર આર. માધવન અને અનુષ્કા શેટ્ટીને લઇને એક ફિલ્મ આવશે. નિઃશબ્દ-સાયલેન્સ નામની આ ફિલ્મ સસ્પેન્સ થ્રિલરથી ભરપુર છે. ફિલ્મનું પોસ્ટર અગાઉ રિલીઝ થયું હતું. હવે ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ઓકટોબરમાં રિલીઝ થવાની છે. તેલુગુ, તમિલ, મલયાલમ સહિતની ભાષામાં રિલીઝ થશે. અનુષ્કા ફિલ્મમાં સાક્ષી નામની આર્ટિસ્ટ યુવતિના રોલમાં છે. તે ખુબ પ્રતિભાશાળી કલાકાર છે. પરતુ બોલી શકતી નથી. સાક્ષી અચાનક જ એક અપરાધીક ઘટનામાં ફસાય છે. તેની નજર સામે જ એક દુઃખદ ઘટના બની જાય છે. પોલીસ અને જાસુસોની ટીમ આ રહસ્ય ઉકેલવા ઉંધેમાથે થાય છે. શકમંદોના લિસ્ટમાં ભૂતથી લઇને લાપતા છોકરી પણ સામેલ થાય છે. નિઃશબ્દ એવી થ્રિલર છે જે અંત સુધી દર્શકોને જકડી રાખશે તેવો નિર્માતાઓનો દાવો છે. નિર્દેશન હેમંત મધુકરે કર્યુ છે. બીજી ઓકટોબરે આ ફિલ્મ આવશે.