ફિલ્મ જગત
News of Tuesday, 22nd September 2020

પ્રાણીઓ પ્રત્યે અત્યંત પ્રેમ છે મુનમુન દત્તાને

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યંત લોકપ્રિય છે. તેના કલાકારો પણ તેના પાત્રોને કારણે અલગ-અલગ દર્શકોના માનીતા છે. બબીતાજીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા આ શો ઉપરાંત સોશિયલ મિડીયામાં પણ સતત સક્રિય રહે છે. તેના પણ અસંખ્ય ચાહકો છે. ઇન્સ્ટાગ્રામ પર તે સમયાંતરે પોતાની ખુબસુરત તસ્વીરો ચાહકો માટે પોસ્ટ કરતી રહે છે. મુનમુનને પ્રાણીઓ ખુબ ગમે છે. તેની પાસે પાળતુ પ્રાણીઓ તો છે જ, સાથોસાથ તે રખડતા પ્રાણીઓની મદદ કરવા માટે પણ ખુબ જાણીતી છે.

અગાઉ તો મુનમુને ગોરેગાંવ ફિલ્મસીટી આસપાસ રખડતાં પશુઓની સેવા માટે મુંબઇ પોલીસ પાસેથી ખાસ મંજુરી પણ લીધી હતી. તે પોતાની સાથે મેકઅપ બોકસને બદલે હમેંશા એક એવું બોકસ રાખે છે જેમાં એન્ટિફંગલ સ્પ્રે, એનિટબેકટેરિયલ સ્પ્રે અને અન્ય દવાઓ હોય છે. આ કિટ તેની કારમાં હમેંશા હોય છે. કોઇ રખડતાં કુતરા કે અન્ય પ્રાણી ચેપથી પીડાતા દેખાય તો તે તુરત જ તેની સારવાર કરવા માંડે છે. તેના ખુબસુરત લૂક પ્રત્યે ચાહત ધરાવતાં લોકો તેના આ કામ પ્રત્યે પણ તેનો આદર ધરાવે છે.

 

(9:53 am IST)