ફિલ્મ જગત
News of Thursday, 22nd August 2019

કરિશ્મા કપૂરે આ ગીતના શૂટમાં 30 વખત બદલ્યા હતા કોસ્ટ્યૂમ

મુંબઈ:અભિનેત્રી કરિશ્મા કપૂરે એક ટીવી શોના શુટિંગ દરમિયાન તેના ફિલ્મી કરિયરની એક વાત શેર કરી છે તેનું કહેવું છે કે 1996માં આવેલી ફિલ્મ ‘કૃષ્ણા’ના હિટ ગીત ‘ઝાંઝરિયા’ માટે તેણે 30 વખત કપડા બદલ્યા હતા.કરિશ્માએ કહ્યુ કે આ ગીતમાં પુરૂષ અને મહિલા બે ભાગ હતા. પરૂષ વાળા ભાગને 50 ડિગ્રીની ગરમીમાં રણમાં શૂટ કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલા વાળા ભાગને મુંબઇમાં ત્રણથી વધારે દિવસમાં શૂટ કર્યું હતું. રણમાં શુટિંગ કરતા સમયે કલાકારઓએ રેતીમાં ડાન્સ કરવો પડતો હતો. આ સમયે રેતી તેમની આંખોમાં ઉડતી રહી, જેનથી ગીત શૂટ કરવામાં ખૂબ મુશ્કેલી થઇ હતી. જ્યારે અમે મહિલા વાળા ભાગના શુટિંગની શરૂઆત કરી તો મારે આ એક ગીત માટે 30 અલગ-અલગ કપડા બદલવા પડ્યા. દરેક લુક અલગ-અલગ વાળ અને મેકઅપની સાથે આપવામાં આવ્યું હતું. જે ખૂબ મુશ્કેલ હતું. જેથી ‘ઝાંઝરિયા’ માત્ર એક પ્રતિષ્ઠિત ગીત જ નથી પરંતુ તે મારા કરિયરનું સૌથી યાદગાર ગીત છે.કરીશ્મા કપૂરે રિયાલીટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ: બેટલ ઑફ ધ ચેમ્પિયન્સ’ના શુટિંગ દરમિયાન આ ગીત અંગે ખુલાસો કર્યો હતો કે તેણે 30 વખત કપડા બદલવા પડ્યા હતા.

(5:09 pm IST)