ભગવાનનો આભાર માન્યો જય-માહિએ
ટીવી પરદાનું કપલ જય ભાનુશાળી અને માહિ વિજ માતા-પિતા બની ગયા છે. માહિએ દિકરીને જન્મ આપ્યો છે. આ બંનેએ સોશિયલ મિડીયા પર દિકરીનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં જય દિકરીના પગને ચુમી રહેલો જોવા મળે છે. જય અને માહિએ હજુ દિકરીનું નામ જણાવ્યું નથી. માહિએ તસ્વીર પોસ્ટ કરી સાથે લખ્યું છે કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર...અમે એક મન્નત માંગી હતી અને હવે તું અહિ છો. અમને માતા-પિતા બનાવવા માટે તારો આભાર. ભગવાનનો આભાર કે અમને આટલુ બધુ આપ્યું છે, મારી જિંદગી બદલાઇ ગઇ છે. માહિ અને જય લગ્નના આઠ વર્ષ પછી માતા-પિતા બન્યા છે. આ કપલે અગાઉ બે બાળકો દત્તક લીધા છે. અગાઉ માહિએ કહ્યું હતું કે અમારે ભલે સંતાન થાય પરંતુ અમે દત્તક સંતાનોને કદી કંઇ ઘટવા દેશુ નહિ. આ બાળકોને પણ અમારા પોતાના સંતાની સાથે જ બધુ મળશે. જય અને માહિએ ૨૦૧૧માં લગ્ન કર્યા હતાં. બંને ટીવી પરદાના જાણીતા કલાકાર છે. જયએ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.