ફિલ્મ જગત
News of Wednesday, 22nd August 2018

બોલો લ્યો... અંધશ્રદ્ધામાં માને છે ટીવી ક્ષેત્રની આ મહાન નિર્દેશિકા : કલાકરોની પસંદગી કરતા પહેલા માંગે છે તેમની કુંડલી

મુંબઈ:એેકતા કપૂરે પોતાની તમામ સિરીયલોના નામ અને કલાકારોની કુંડલી જોઇને પછી કામ આગળ વધાર્યું છે. વખતે પણ એકતાએ પોતાની આગામી ફિલ્મ 'લૈલા મજનુ ના મુખ્ય કલાકારોની પસંદગી કુંડળી જોઇને કરી છેટચૂકડા પડદાની ક્વિન તરીકે જાણીતી થયેલી એકતાની સીરિયલો મોટા ભાગે ધૂમ મચાવતી હોય છે. એકતા દર્શકોની નાડ પારખી ગઇ હોવાની સાથેસાથે જ્યોતિષ શાશ્ત્રમાં બહુ માને છે. તેની સાથે જોડાયેલા સૂત્રોની વાતમની તો એકતા પોતાની સીરિયલ અથવા તો ફિલ્મ માટે કલાકારોની પસંદગી કુંડળી જોઇને કરે છે. જો સ્ટારનો સમય સારો ચાલતો હોય તો એકતા પોતાના પ્રોજેક્ટમાં તેમને લે છે. એકતાની સફળતાનું પણ એક રહસ્ય હોવાનું તેની સાથે જોડાયેલા લોકો કહે છેએકતાના કામ-કાજની સોસાથે 'લૈલા મજનુવી કલાકાર અવિનાશ તિવારી અને તૃપ્તિ ડમરીના ગ્રહો એટલા મળ્યા છે કે એકતાએ તેમની સાથે ત્રણ ફિલ્મોની ડીલ સાઇન કરી છે. જોકે આમાં એકતા કેટલી સફળ થાય છે તે તો સમય દાખવશે

(4:44 pm IST)