ફિલ્મ જગત
News of Wednesday, 22nd August 2018

તમિલ ફિલ્મની રીમક બનાવશે ભંસાલી

મુંબઈ:ફિલ્મ પદ્માવતની રિલીઝ બાદ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ કઈ હશે તેની આતુરતાથી રાહ હંમેશાં જોવાઈ રહી છે. સંજય લીલા ભણસાલીએ હાલમાં તમિલ ફિલ્મ કત્થીનીના સત્તાવાર હક્ક ખરીદ્યા છે. ભણસાલી ફિલ્મની હિન્દી રિમેક બનાવવા ઉત્સુક છે. જો કે ફિલ્મનું દિગ્દર્શન કોણ કરશે ? સિતારા કોણ કોણ હશે ? તે બાબતો હજી વિચારાધીન છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ગયું છે. ફિલ્મનું નિર્માણ ભણસાલી કરવાના છે અને ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી અન્ય દિગ્દર્શકને સોંપવામાં આવશે. ફિલ્મમાં અક્ષય કુમારને લીડ રોલમાં લેવાની ભણસાલીની ઇચ્છા છે.

(4:43 pm IST)