ફિલ્મ જગત
News of Wednesday, 22nd August 2018

સર્કિટનું ટ્વિટર એકાઉન્ટ થયું હૈક

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અરશદ વારસીનું ટ્વિટર એકાઉન્ટ હૈક થયું હોવાની માહિતી ખુબ અર્શદે આપી છે અર્શદે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં કહ્યું કે મારા એકાઉંટમાંથી થોડા દિવસ પહેલા ખબર નહીં કોઈએ મેસજ સેન્ડ કર્યા હતા જેને લઈને મેં મારો એકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખ્યો છે.ઉમ્મીદ રાખું છું કે હવે બધી વસ્તુ સામાન્ય બની જશે.બોલીવુડમાં પહેલી વખત નથી થયું કે કોઈ કલાકારનું એકાઉન્ટ હૈક થયું હોય. પહેલા અભિષેક બચ્ચન, જાણીતા કોમેડિયન કપિલ શર્મા સહિત ના અનેક કલાકરોના એકાઉન્ટ હૈક થઇ ચુક્યા છે. અરશદ ને  બોલીવુડમાં ઓળખાણ રાજકુમારી હીરાની ફિલ્મ મુન્નાભાઈ  એમ.એમ બી એસ થી મળી છે.

(4:41 pm IST)