ફિલ્મ જગત
News of Wednesday, 22nd August 2018

નેગેટીવ રોલ નિભાવવાની ઇચ્છા પુરી થઇઃ મોનાલિસા

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ટીવી શો 'નજર'માં ડાયનનો રોલ નિભાવી રહી છે. મોનાલિસા કહે છે હું લાંબા સમયથી ટીવી પરદે નકારાત્મક પાત્રો નિભાવવા ઇચ્છતી હતી. આ શોની વિષય વસ્તુ મને ખુબ રોમાંચક લાગી હતી, જે અલોૈકિક પ્રાણીઓ વિશે વાત કરે છે અને એ દર્શાવે છે કે અમારા જીવન પર આનો પ્રભાવ પડતો હોય છે. મેં કદી પણ આવો શો કર્યો નથી, એક અભિનેત્રી તરીકે આવા પ્રોજેકટ સાથે જોડાવા મળ્યું તે માટે હું ખુબ ખુશ છું. લાંબા સમયથી મારે જે નેગેટીવ રોલ નિભાવવો હતો તે મને ડાયનના પાત્ર તરીકે આ શોમાં મળ્યો છે. કોલકત્તામાં જન્મેલી મોનાલીસાનું સાચુ નામ અંતરા બિશ્વાસ છે. તેણે ૧૨૫ જેટલી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે. તો બેંગાલી, હિન્દી, તમિલ, ઉડીયા અને કન્નડ તથા તેલુગુ ફિલ્મો પણ કરી ચુકી છે. બિગ બોસ-૧૦ થકી તે વધુ જાણીતી બની હતી.

 

(9:39 am IST)