યશરાજ ફિલ્મ્સ બનાવશે સિકવલ

અભિષેક બચ્ચન અને રાની મુખર્જીની જોડી દસ વર્ષ પછી ફરી સાથે જોવા મળશે. ૨૦૦૫માં આવેલી ફિલ્મ બંટી ઓૈર બબલીએ બોકસ ઓફિસ પર ધમાલ મચાવી હતી. અભિષેક અને રાનીની જોડી બધાને ખુબ ગમી હતી. બંને વચ્ચે અફેર હોવાની વાતો પણ વહેતી થઇ ગઇ હતી. હવે આ ફિલ્મના નિર્માતા બંટી ઓૈર બબલીની સિકવલ બનાવશે. આ માટે ફરીથી અભિષેક અને રાનીની પસંદગી થઇ છે. આદિત્ય ચોપડાએ સ્ક્રિપ્ટ લખી લીધી છે. ક્રાઇમ થ્રિલર ફિલ્મનું નિર્દેશન અગાઉ શાદ અલીએ કર્યુ હતું. આ વખતે કોણ કરશે તે નક્કી થયું નથી. યશરાજ ફિલ્મ્સ દ્વારા ફિલ્મનું નિર્માણ થશે. અભિષેક અને રાનીએ અગાઉ યુવા, હમ તુમ, બસ ઇતના સા ખ્વાસ હૈ અને કભી અલવીદા ના કહેના ફિલ્મો કરી હતી. અભિષેક હાલમાંમનમર્જિયાં ફિલ્મમાં વ્યસ્ત છે. એ પછી ઐશ્વર્યા સાથે ગુલાબ જામુન નામની ફિલ્મ કરવાનો છે.