ફિલ્મ જગત
News of Monday, 22nd July 2019

વિવો-એસ સિરીઝની બ્રાન્ડ એમ્બેસેડર બની સારા અલી ખાન

મુંબઈ: ચીનની સ્માર્ટફોન મેકર કંપની વીવોએ ભારતીય બજારમાં પોતાની એસ સીરીઝને રજૂ કરી છે ત્યારે કંપનીએ બૉલીવુડ અભિનેત્રીને સિરીઝની બ્રાન્ડ એમ્બેસેડર પસંદ કરી છે. વીવોના ઇન્ડિયા નિર્દેશક નિપુણ માર્યાએ જણાવ્યું કે એસ સિરીઝ માટે તેમેને બોલીવુડની અભિનેત્રીને બ્રાન્ડ એમ્બેસેડર પસંદ કરી છે. એસ સિરીઝના વિવો એસ1 અને એસ 1 પ્રો ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જેને ચીનમાં થોડા સમય પેહલા લોન્ચ કરવામાં આવ્યા હતા. જયારે વિવો સિરીઝ સ્મરફોનના બ્રાન્ડ એમ્બેસેડર બોલીવુડના અભિનેતા મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન છે.

(5:17 pm IST)