ટીવીથી દૂર દ્રષ્ટી પહોંચી સ્પેન
ટીવી અભિનેત્રી દ્રષ્ટી ધામી હાલમાં ટીવી પરદેથી દૂર છે. તે હાલમાં પતિ નિરજ ખામકા સાથે સ્પેનમાં રજા માણવા ગઇ હતી. ત્યાંથી તેણે અનેક તસ્વીરો પોતાના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તસ્વીરમાં દ્રષ્ટી બિકિની અવતારમાં પણ જોવા મળી છે. તેણે કાતિલાના અંદાજમાં અનેક પોઝ આપ્યા હતાં. અભિનય ઉપરાંત સોશિયલ સાઇટ પર દ્રષ્ટી સતત સક્રિય રહે છે. છેલ્લે તે ટીવી શો 'સિલસિલા બદલતે રિશ્તો કા'માં જોવા મળી હતી. જેમાં તેણે નંદીનીનો રોલ નિભાવ્યો હતો. લગ્નેત્તર સંબંધો પર આધારીત આ શો દર્શકોને ખુબ ગમ્યો હતો. ટીવી પર દ્રષ્ટીએ ૨૦૦૭માં દિલ મિલ ગયે શોથી શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેણે ગીત, પરદેસ મેં હૈ મેરા દિલ, ઝલક દિખલા જા, મધુબાલા, નૈના સહિતના શો કર્યા છે. મુંબઇમાં જન્મેલી દ્રષ્ટીએ સોશિયોલોજીમાં ડિગ્રી મેળવી છે. ૨૦૧૫માં તેણે નિરજ સાથે લગ્ન કર્યા છે.