ફિલ્મ જગત
News of Sunday, 22nd July 2018

'બાલિકા વધૂ’ ફેમ એક્ટર સિદ્ધાર્થને અકસ્માત કેસમાં જામીન: ત્રણ ગાડીઓને મારી હતી ટક્કર

મુંબઈ :બાલિકા વધૂ' ફેમ એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ દંડ ભર્યા બાદ જામીન મળી ગયા છે. સ્પીડમાં ગાડી ચલાવીને સિદ્ધાર્થે શનિવારે ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી. 5 હજાર રૂપિયા દંડ ભર્યા બાદ સિદ્ધાર્થને જામીન આપવામાં આવ્યા છે. આ દુર્ઘટના શનિવારે મુંબઈના ઓશિવારા વિસ્તારમાં થઈ હતી. સિદ્ધાર્થ પર કલમ 279, કલમ 336 અને કલમ 427 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

(5:17 pm IST)