ફિલ્મ જગત
News of Tuesday, 22nd June 2021

અક્ષયની આઠ ફિલ્મો માટે ચાહકો ઉત્સુક

અભિનેતા અક્ષય કુમારની આઠ ફિલ્મો આવી રહી છે. જેમાંથી અમુક ફિલ્મોનું શુટીંગ પુરૂ થઇ ગયું છે, અમુકનું ચાલુ છે અને અમુકનું કામ હવે પછી શરૂ થવાનું છે. બેલબોટમ, અતરંગી રે, સૂર્યવંશી, પૃથ્વીરાજ, રક્ષાબંધન, બચ્ચન પાંડે, રામસેતુ અને ઓહ માય ગોડ-૨ તેની આવનારી ફિલ્મો છે. જે પૈકીની બેલબોટમ બનીને તૈયાર છે. આ ફિલ્મ આગામી મહિને સિનેમાઘરમાં રિલીઝ થશે. તેમાં હુમા કુરેશી અને વાણી કપૂર તેની સાથે છે. અતરંગી રેમાં સારા અલી ખાન અને ધનૂષ છે. જેનું શુટીંગ ચાલુ છે. સૂર્યવંશી બનીને તૈયાર છે. ઓગષ્ટમાં રિલીઝ થવાની શકયતા છે. પૃથ્વીરાજનું શુટીંગ ચાલુ છે. ફિલ્મના નામને કારણે વિવાદ ઉભો થયો હતો. રક્ષાબંધન પાંચમી નવેમ્બરે આવશે. બચ્ચન પાંડેનું થોડુ શુટીંગ હજુ બાકી છે. રામસેતુનું શુટીંગ શરૂ થતાં જ કોરોનાને કારણે બંધ કરવું પડ્યું હતું. ઓહ માય ગોડની સ્કિવલ પણ તે કરી રહ્યો છે. જેમાં પંકજ ત્રિપાઠી અને યામી ગોૈતમ પણ છે.

(10:13 am IST)