News of Saturday, 22nd June 2019
મનોજ શર્માની આગામી હોરર કોમેડીમાં ધર્મેન્દ્ર જોવા મળશે આ રોલમાં
મુંબઈ: ધર્મેન્દ્ર આગામી ફિલ્મમાં એક અનોખા પાત્રમાં જોવા મળવાના છે. લેખક અને ડાયરેકટર મનોજ શર્માની આગામી હોરર કોમેડી ફિલ્મ ખલી બલીમાં લિજેન્ડ અભિનેતા ધર્મેન્દ્ર મનોચિકિત્સકના પાત્રને ન્યાય આપવાના છે. અભિનેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હોય છે અને પોતાની જાણકારી અપડેટ કરતા હોય છે. આ ફિલ્મમાં રોઝા ફેમ મધુ ઉપરાંત કાયનાત અરોરા, રજનીશ દુગ્ગલ, રાજપાલ યાદવ, વિજય રાજ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મુંબઇ અને લખનઉમાં થવાનુ છે. ધર્મેન્દ્ર ફિલ્મમાંનું પોતાના ભાગનું શૂટિંગ સપ્ટેમ્બર અથવા ઓકટોબર મહિનામાં શરૂ કરશે.
(5:17 pm IST)