ગેંગસ્ટર પર આધારિત ફિલ્મમાં કામ કરશે સોનમ કપૂર
મુંબઈ:સોનમ કપૂર એક ગેંગસ્ટર પર આધારિત ફિલ્મમાં કામ કરવાની છે. જેમાં તે એક અલગ જ પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન 'વીરે ધ વેડિંગના દિગ્દર્શક શશાંક ઘોષ કરવાના છે. તે એક ગેંગસ્ટર ડ્રામાની તૈયારી કરી રહ્યો છે. '' મેં મારી ૧૫ વરસની કારકિર્દી દરમિયાન ફક્ત પાંચ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. જોકે ૨૦૧૯માં હું ત્રણ ફિલ્મોનું દિગ્દર્શનની તૈયારી કરી રહ્યો છું. અત્યાર સુધી મેં દરેક ફિલ્મો બનાવવા માટે ચાર વરસનો સમય લીધો હતો. આઠ વરસ પહેલા જએક ગંગેસ્ટર ડ્રામા લઇને હું સોનમને મળવા ઇચ્છતો હતો. પરંતુ મારોએ પ્રોજેક્ટ ત્યારેઅભેરાઇએ ચડી ગયો હતો, હવે હું ફરીથી તેની પર નવેસરથી કામ કરીશ, તેમ એક ઇન્ટરવ્યુ દરમિયાન શશાંક ઘોષે જણાવ્યું હતું. શશાંક સોનમને 'વીરે ધ વેડિંગ અને ખૂબસૂરત ફિલ્મમાં ડાયરેક્ટ કરી ચુક્યો છે.