ફિલ્મ જગત
News of Friday, 22nd June 2018

Good News : નક્કી થઇ ગઇ રણવીર - દીપિકાના લગ્નની તારીખ : બેંગ્લુરૂમાં જ થશે મેરેજ

મુંબઇ તા. ૨૨ : દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘનાં સંબંધો અંગે લાંબા સમયથી વાતો થઇ રહી છે. તેમનાં ફેન્સ પણ હવે તો રાહ જોઇ રહ્યાં છે કે કયારે તેઓ લગ્ન કરીને તેમનાં રિલેશનને એક નામ આપે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘનાં સંબંધો અંગે લાંબા સમયથી વાતો થઇ રહી છે. તેમનાં ફેન્સ પણ હવે તો રાહ જોઇ રહ્યાં છે કે કયારે તેઓ લગ્ન કરીને તેમનાં રિલેશનને એક નામ આપે.

સોર્સિસની માનીયે તો, દીપિકા અને રણવીર ૧૦ નવેમ્બરનાં રોજ લગ્ન કરવાનાં છે. સોર્સિસની માનીયે તો, દીપિકા અને રણવીર ૧૦ નવેમ્બરનાં રોજ લગ્ન કરવાનાં છે.

સ્પોટબોયમાં છપાયેલી ખબર પ્રમાણે, ૧૦ નવેમ્બર તે જ ખાસ દિવસ છે જયારે રણવીર અને દીપિકા લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઇ જશે.

આ પહેલાં બંનેનાં લગ્નની તારીખ ૧૯ નવેમ્બર નક્કી થઇ હતી. જે બધાને પસંદ ન હતી તેથી તેને થોડી આગળ વધારવામાં આવી છે. ૧૦ નવેમ્બરે બંને પતિ-પત્ની તરીકે હમેશા માટે એકબીજાનાં થઇ જશે.

બેંગ્લુરુમાં હશે લગ્ન- જો સોર્સિસની માનીયે તો, રણવીર અને દીપિકાનાં લગ્ન દીપિકાનાં જ હોમ ટાઉન બેંગ્લુરુમાં હશે.  તે બાદ મુંબઇમાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામા આવશે જેમાં બોલિવૂડનાં તમામ સ્ટાર્સ હાજર રહેશે.(૨૧.૭)

(10:17 am IST)