ફિલ્મ જગત
News of Friday, 22nd June 2018

અનુરાગની લવસ્ટોરીમાં કંગના રનૌતને મુખ્ય રોલ

કંગના રનૌતે બોલીવૂડમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે. વિવાદો છતાં કારકિર્દીમાં સતત આગળ વધી રહી છે. હાલમાં તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર આધારીત ફિલ્મ 'મણિકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસી'માં કામ કરી રહી છે. તેમજ 'મેન્ટલ હૈ કયા' ફિલ્મમાં પણ રાજકુમાર રાવ સાથે જોવા મળવાની છે. તેની પાસે ત્રીજી એક ફિલ્મ  છે જેનું નિર્દેશન અશ્વિની ઐયર તિવારી કરશે.

આ ઉપરાંત નિર્દેશક અનુરાગ બસુ પણ એક ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં તેણે કંગનાને સાઇન કરી છે. ફિલ્મનું નામ ઇમલી રખાયું છે. આ ફિલ્મ મળતાં કંગના ખુબ ઉત્સાહિત છે. આ એક લવસ્ટોરી છે. કંગનાએ મહિલા પ્રધાન ફિલ્મોમાં પોતાનું નામ બનાવ્યું છે. તે કહે છે અનુરાગ મારા ગોડફાધર છે, હું આજે જે કંઇ છુ એ તેના કારણે છું. કંગનાની પહેલી ફિલ્મ ગેંગસ્ટરનું નિર્દેશન અનુરાગે જ કર્યુ હતું.

(10:16 am IST)