ફિલ્મ જગત
News of Friday, 22nd June 2018

મલ્ટી સ્ટારર ફિલ્મમાં ઇશા પણ થઇ સામેલ

અભિનેત્રી ઇશા ગુપ્તાને વધુ એક ફિલ્મ મળી છે. ઇન્દ્ર કુમારની કોમેડી ફ્રેન્ચાઇઝી ધમાલના ત્રીજા ભાગ ટોટલ ધમાલમાં વધુ એક હિરોઇનનો ઉમેરો થયો છે અને આ રોલ ઇશા ગુપ્તાને મળ્યો છે. ટોટલ ધમાલમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દિક્ષીત, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી મુખ્ય રોલમાં છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં હવે ઇશા ગુપ્તાનો પણ ઇન્દ્ર કુમારે સમાવેશ કર્યો છે. તે દર્શકોને ભરપુર હસાવવા માટે મહેનત કરી રહ્યા છે. ઇશા આ કોમેડી ફિલ્મમાં તેના ગ્લેમરસ લૂકમાં જ જોવા મળશે. ટોટલ ધમાલ ફિલ્મ થ્રીડીમાં બનશે. આ સિવાય અન્ય હિન્દી ફિલ્મો પણ થ્રીડીમાં બની રહે છે. જે કારણે દર્શકોમાં રોમાંચ વચ્યો છે. ટોટલ ધમાલ સાતમી ડિસેમ્બરે રિલીઝ થશે.

(10:15 am IST)