ફિલ્મ જગત
News of Friday, 22nd June 2018

હુમા કુરેશી પણ વેબ સિરીઝમાં: મુખ્ય રોલ મળ્યો

હુમા કુરેશી બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મો પણ કરી રહી છે. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કાલાનો તેનો રોલ દર્શકોને ગમ્યો છે. બોલીવૂડ અને ટીવીના કલાકારો આ બંને ફિલ્ડ ઉપરાંત ડિઝીટલ પ્લેટફોર્મ પર પણ કામ કરતાં થયા છે. જુદી-જુદી વેબ સિરીઝમાં કલાકારો કામ કરી રહ્યા છે. હુમા કુરેશીને પણ એક વેબ સિરીઝમાં કામ કરવાની તક મળી છે. જેમાં  તેને મુખ્ય રોલ મળ્યો છે. આ વેબ સિરીઝનું નામ 'ફલેશ' રખાયું છે. જેનું નિર્દેશન દાનિશ અસલમ કરશે. તેણે અગાઉ ઇ્ટસ નોટ ધેટ સિમ્પલ નામની વેબ સિરીઝ બનાવી હતી. જેમાં સ્વરા ભાસ્કરે મુખ્ય રોલ નિભાવ્યો હતો. હવે હુમા પણ કંઇક નવું કરવા આ પ્લેટફોર્મ પર આવી  છે.  ગેંગ્સ ઓફ વાસેપૂર, બદલાપુર જેવી ફિલ્મોમાં હુમાએ શાનદાર અભિનય કર્યો છે.

(10:14 am IST)