ફિલ્મ જગત
News of Wednesday, 22nd May 2019

ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'ના સંગીતના રાઇટ્સ ત્રીસ કરોડમાં વેચાયા

મુંબઇ: સંજય લીલા ભણશાલીએ પોતાની આવનારી ફિલ્મના સંગીતના હક્કનો સોદો રૂપિયા ત્રીસ કરોડમાં કર્યો હોવાની વાત થઇ રહી છે. જો સાચુ ંહોય તો હિંદી સિનેમા જગતની અત્યાર સુધીની  ફિલ્મોની સૌથી મોટી ડીલ છે. ભણશાલીની 'ઇન્શાલ્લાહ' ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યા છે. એક સંગીતમઢી ફિલ્મ હોવાનું કહેવાઇ રહ્યું છે. '' સારેગામા, સામાન્ય રીતે સંગીતના હક્ક માટે આટલો મોટો સોદો કરતો નથી. પરંતુ વખતે  ભણશાલી પ્રોડકશન હાઉસને રૂપિયા ત્રીસ કરોડની ઓફર આપી હતી, જે તેમણે સ્વીકારી હતી. જો સાચું હોય તો હિંદી સિનેમાની અત્યાર સુધીની ફિલ્મોનું સંગીતની સૌથી મોટી ડીલ છે. ફિલ્મમાં સલમાન-આલિયા-ભણશાલી  ત્રિપુટી અને ફિલ્મના સંગીત બ્લોકબસ્ટર થાય તેવી આશા છે.  તેમ ટ્રેડ સોર્સના સૂત્રે જણાવ્યું હતું. ફિલ્મનું દિગ્દર્શન ભણશાલીનું છે. તેમજ નિર્માણ ભણશાલી અને સલમાનના પ્રોડકશનહાઉસનું છે. જોડી 'ખોમોશી અને હમ દિલ દે ચુકે સનમ બાદ પહેલી વાર ભેગી થઇ છે. જોકે સલમાને ભણશાલીની ફિલ્મ સાંવરિયામાં કેમિયો કર્યો હતો. ફિલ્મ દ્વારા રણબીર કપૂર અને સોનમ કપૂર લોન્ચ થયા હતા. વખતે પણ ભણશાલી સલમાન સાથે સહ-નિર્માણ કરી રહ્યો છે.

(5:20 pm IST)