ફિલ્મ જગત
News of Wednesday, 22nd May 2019

ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન હોલિવૂડનું ટ્રેલર લોન્ચ

મુંબઈ: હોલિવૂડના માતબર અભિનેતા ફિલ્મ સર્જક ક્વેન્ટિન ટેરેન્ટીનોની લેટેસ્ટ ફિલ્મ વન્સ અપોન ટાઇમ ઇન હોલિવૂડનું ટ્રેલર મંગળવારે રિલિઝ થયુ ંહતું.બે મિનિટની વિડિયો ક્લીપમાં ફિલ્મના હીરો રીક ડાલ્ટન અને એના સ્ટંટ કરતા ડુપ્લીકેટ કલાકાર ક્લીપ બૂથ (અભિનેતા લિયોનાર્દો કેપ્રિયો) વચ્ચેની કેમિસ્ટ્રી રજૂ થઇ હતી. ફિલ્મમાં બે માતબર કલાકારો લિયોનાર્દો કેપ્રિયો અને  બ્રાડ પીટ ચમકી રહ્યા છે. ફિલ્મમાં હોલિવૂડના લેજન્ડ કહેવાય એવા કલાકારો અલ પચીનો, કર્ટ રસેલ, માર્ગોટ રોબી, ડાકોટા ફેનિંગ, ટીમોથી ઓલિમ્ફન્ટ અને સદ્ગત લ્યુક પેરી જેવા કલાકારો પણ ચમકી રહ્યા છે. હોલિવૂડના ભૂતકાળ અને વર્તમાનની વાતો ફિલ્માં વણી લેવામાં આવી છે.’

 

(5:17 pm IST)