ફિલ્મ જગત
News of Wednesday, 22nd May 2019

ટીવી પરદેથી શ્રુતિનું વેબવર્લ્ડમાં આગમનઃ સિંગલ મધરનો રોલ

વર્ષ ૨૦૦૧થી ટીવી પરદે કાર્યરત અને ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલી અભિનેત્રી શ્રુતિ સેઠ હવે ડિઝિટલ પ્લેટફોર્મ પર પ્રવેશ કરી રહી છે. બાલવીર, કોમેડી સરકસ, કોમેડી નાઇટ બચાઓ, ટીવી બીવી ઓૈર મૈં સહિતના શો કરી ચુકેલી શ્રુતિ અલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'મેન્ટલહૂડ'માં મુખ્ય રોલ નિભાવશે. આ વેબ શ્રુંખલા માતૃત્વના એક રોમાંચક સફર પર આધારીત છે. કરિશ્મા કોહલી નિર્દેશીત મેન્ટલહૂડમાં શ્રુતિ સિંગલ મધર દિક્ષાનો રોલ નિભાવી રહી છે. આ સિરીઝમાં અલગ-અલગ પ્રકારની માતાઓની સફર દેખાડવામાં આવશે, જે પોતાના બાળકોના ઉછેર માટે પોતાની રીતે અલગ-અલગ રસ્તા અપનાવતી હોય છે. અભિનેત્રી શ્રુતિ હોનહાર કલાકારના લિસ્ટમાં સામેલ છે. શ્રુતિ કહે છે હું દિક્ષા નામની એવી મહિલાના રોલમાં છું જે સિંગલ મધર છે અને યોગ ટીચર છે. જે ધરતી માતાનું સન્માન કરે છે, અને પોતાના બાળકને એસીની ઠંડી હવામાં પુરી રાખવા નથી ઇચ્છતી.

(10:23 am IST)