તૂફાન માટે ફરહાનની તૈયારી
ફરહાન અખ્તર હાલમાં તેની ગર્લફ્રેન્ડને કારણે સતત ચર્ચામાં રહેતો હતો. હવે તે ફિલ્મને કારણે ચર્ચામાં આવ્યો છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મના મુખ્ય રોલ માટે તે ખાસ તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે એક બોકસરનો રોલ નિભાવી રહ્યો છે. ફિલ્મનું નામ 'તૂફાન' રાખવામાં આવ્યું છે. ફરહાને આ રોલ માટે બોકસીંગની પ્રેકટીસ શરૂ કરી છે અને એ માટે ખાસ માર્ગદર્શક રાખ્યા છે. તેણે એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે પંચીંગ બેગને મુક્કા મારતો જોઇ શકાય છે. ફિલ્મમાં બીજા કયા કલાકારો છે? તેનો ખુલાસો હજુ કરાયો નથી. આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં ફલોર પર જશે. ફિલ્મનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરા જ કરશે. તેના કહેવા મુજબ અંજુમ રાજાબાલીએ ફિલ્મની જબરદસ્ત કહાની લખી છે. આ કાલ્પનિક કહાની પર આધારીત ફિલ્મ છે.