ફિલ્મ જગત
News of Wednesday, 22nd May 2019

સલમાનની પહલી પસંદ કેટરીના જ હતી

સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ભારત પાંચમી જુને ઇદના દિવસે રિલિઝ થઇ રહી છે. અલી અબ્બાસ જફરની આ ફિલ્મનું નિર્માણ અતુલ અગ્નિહોત્રીએ કર્યુ છે. આ ફિલ્મ માટે પહેલા પ્રિયંકા ચોપડાને લેવાઇ હતી. પણ બાદમાં તેની જગ્યાએ કેટરીના કૈફની પસંદગી થઇ હતી. અતુલે કહ્યું હતું કે સલમાન ખાનની ઇચ્છા પહેલેથી જ પ્રિયંકાને લેવાની નહોતી. આ ફિલ્મ માટે તની પહલી પસંદ કેટરીના જ હતી. અલીની ઇચ્છા પણ પ્રિયંકાને લેવાની જ હતી. પણ શુટીંગ શરૂ થવાના સમયે જ તે ફિલ્મમાંથી ખસી ગઇ હતી. સલમાન ખાન અને કેટરીના હાલમાં આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સલમાને કહ્યું હતું કે હું પહેલેથી જ આ ફિલ્મમાં કેટરીનાને લેવા ઇચ્છતો હતો. કારણ તે મારો લક્કી ચાર્મ છે. પ્રિયંકાએ લગ્નનું બહાનુ આગળ ધરી ફિલ્મ છોડી દીધી હતી. આ કારણે સલમાન ખાને તેને હજુ માફ કરી નથી.

 

(10:22 am IST)