ફિલ્મ જગત
News of Tuesday, 22nd May 2018

મારે મનોરંજક ફિલ્મો વધુ કરવી છે: કરીના કપૂર ખાન

મુંબઇ:અભિનેત્રી કરીના કપૂર ખાને કહ્યું હતું કે હવે મારે મનોરંજક ફિલ્મો વધુ કરવી છે. હવે હું એક પુત્રની માતા છું અને મારો પુત્ર મારી ફિલ્મો જુએ ત્યારે એને નિર્દોષ મનોરંજન મળે એેવી મારી ઇચ્છા છે. હાલ કરીનાની વીરે દી વેડિંગ ફિલ્મ રજૂ થવાની તૈયારી છે. હાલ કરીના ફિલ્મના પ્રમોશનમાં બીઝી છે. ફિલ્મ અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરની છે જેમાં સોનમ કપૂરે કરીના કપૂર ખાન સાથે કામ કર્યું છે. કરીના પ્રેગનન્ટ થઇ એટલે ફિલ્મ વિલંબમાં પડી હતી. એના સર્જકોએ કરીના માતૃત્વને વરે ત્યાં સુધી વાટ જોવાનું પસંદ કર્યુ ંહતું. 'હવે મારે વિવિધતાભરી ફિલ્મો કરવી છે પરંતુ મનોરંજક હોવી જોઇએ. એમાં કામ કરવાનો આનંદ આવવો જોઇએ. અત્યાર સુધી એવું બનતું રહ્યું છે. કરીના ફિલ્મમાં છે એેટલે જરૃર મનોરંજક હશે એવું મારા ચાહકો સતત માનતા રહ્યા છે. એટલે હવે મારે એવીજ ફિલ્મો કરવી છે જે મારા ચાહકોને ગમે, એમને મનોરંજન પૂરું પાડે' એમ કરીનાએ કહ્યું હતું.ઔએણે કહ્યું કે મેં ઊડતા પંજાબ જેવી સિરિયસ ફિલ્મ પણ કરી છે.પરંતુ હવે એવી સિરિયસ ફિલ્મો કરવી નથી, હવે ફન ફિલ્મો એટલે કે મનોરંજન પૂરું પાડે એવી ફિલ્મો કરવી છે.

(4:32 pm IST)