ફિલ્મ જગત
News of Tuesday, 22nd May 2018

મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાનું અભિનયમાં ડેબ્યુ

શૂટિંગ પૂર્ણ કરી લેવાયું ;જુલાઈમાં થશે પ્રસારિત :શ્વેતા સલવાર કમીઝ નજરે પડી

મુંબઈ ;બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદા એક્ટિંગ ડેબ્યુ કરશે શ્વેતા કોઈ  ફિલ્મમાં નજર આવશે નહિ પરંતુ બહુ જલ્દી તેના પિતા અમિતાભ બચ્ચનની સાથે કલ્યાણ જવેલર્સની જાહેરાતમાં નજર આવશે. આ જાહેરાત જુલાઈમાં પ્રસારિત થશે. અમિતાભ બચ્ચન અને શ્વેતા નંદાએ શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

   શ્વેતા જાહેરાતમાં સલવાર-કમીઝમાં નજર આવી રહી છે. અમિતાભ બચ્ચન ૨૦૧૨ થી કલ્યાણ જવેલર્સના ગ્લોબલ એમ્બેસેડર છે. શ્વેતાએ તાજેતરમાં તેની અપકમિંગ બુકની જાહેરાત પણ કરી છે. આ જાહેરાત મલયાલમમાં પણ બની રહી છે જેમાં અમિતાભની પુત્રીના રોલમાં મંજૂ વોરિયર નજર આવશે.

 

(2:03 pm IST)