ફિલ્મ જગત
News of Tuesday, 22nd May 2018

ક્રિશ-૪ અને ૫ માટે લખાઇ રહી છે સ્ક્રિપ્ટઃ શુટીંગ થશે એક સાથે

બાહુબલીની રેકોર્ડતોડ કમાણીને પગલે હવે ફિલ્મકારો એવી જ પેટર્નથી ફિલ્મો બનાવી રહ્યા છે. બાહુબલીને બે ભાગમાં રિલીઝ કરવામાં આવી હતી અને બંને ભાગની કમાણી અધધધ હતી. હવે બોલીવૂડના નિર્માતા નિર્દેશક રાકેશ રોશન પણ આ સ્ટાઇલથી ફિલ્મ બનાવશે. રાકેશ કહે છે તે ક્રિશ-૪ અને ક્રિશ-૫ એક સાથે બનાવશે. આ બંને ભાગનું શુટીંગ એક સાથે શરૂ થશે. પણ ફિલ્મ અમુક મહિનાના ગાળામાં વારાફરતી રિલીઝ થશે. ક્રિશ સિરીઝ પ્રત્યે રાકેશ રોશનને ખુબ લાગણી છે. આ કારણે જે તે આ સિરીઝનો ચોથો અને પાંચમો ભાગ બનાવવા તૈયાર થયા છે. પહેલા ક્રિશ-૪ની જ ઘોષણા થઇ હતી. પણ હવે ચોથો અને પાંચમો ભાગ સાથે બનાવાશે. હાલ સ્ક્રિપ્ટ લખવાનું કામ ચાલુ છે. સ્ટારકાસ્ટ હવે નક્કી થશે.

 

(9:46 am IST)