ફિલ્મ જગત
News of Monday, 22nd April 2019

'' અંધાધુન '' એ ચીનમાં રૂ. ૩૦૦ કરોડની કમાણી કરીઃ ત્રીજી સર્વાધિક કમાણી કરનારી ફિલ્મ બની

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરૂણ આદર્શના જણાવ્યા પ્રમાણે આયુષ્યમાન ખુરાના અને રાધિકા આમ્ટે અભિનીત અંધાધુન એ રૂ. ૩૦૦ કરોડનો આંકડો પાર કરી ચીનમા ત્રીજી વખત સર્વાધિક કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની ગઇ છે. આ મામલામાં આમીરખાન અભિનિત દંગલ  અને સિક્રેટ સુપરસ્ટાર એનાથી આગળ છે. અંધાધુન ચીનમાં ૩ એપ્રીલના રીલીઝ કરવામાં આવી હતી.

(10:44 pm IST)