ફિલ્મ જગત
News of Monday, 22nd April 2019

'હેટ સ્ટોરી-2'ની અભિનેત્રી સુરવીન ચાવલા બની માં: પુત્રને આપ્યો જન્મ

મુંબઈ: બોલીવુડ એકટ્રેસ સુરવીન ચાવલાના ઘરે પારણું બંધાયુ છે. એક સુંદર પુત્રીને જન્મ આપનાર સુરવીને તેની પુત્રીનું નામ ઈવા રાખ્યુ છે. ઈવાનો જન્મ 15 એપ્રિલે થયો છે. પુત્રીનો જન્મ થતાંજ સુરવીન ખુબજ ખુશખુશાલ છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની ખુશી વ્યક્ત કરી છે. સુરવીને પોતાની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સુરવીને કહ્યુ કે વાતને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. આને ફક્ત અનુભવી શકાય છે, એક માતા તરીકે મારી જવાબદારી હવે શરૂ થઈ. તેણે કહ્યુ કે અનુભવ ખુબજ યાદગાર રહ્યો. We feel so blessed. સુરવીન ચાવલાએ અક્ષય ઠક્કર સાથે જુલાઈ 2015માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ અનુસાર સુરવીને અક્ષય સાથે ખાનગીમાં લગ્ન કર્યા હતા. 2017માં પોતાની લગ્નની જાહેરાત કરી હતી. હવે કપલ મેરેજ લાઈફને ખુબજ એન્જોય કરી રહ્યા છે. બંનેની મુલાકાત 2013માં એક કોમન ફ્રેન્ડે કરાવી હતી. પ્યાર થતા લોકોએ લગ્ન કરી લીધા. સુરવીને પ્રેગ્નંસી દરમિયાન કામ કરવાનો નિર્ણય કર્યો હતો. સુરબીન ચાવલાની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો વાયરલ થઈ છે. વર્ક ફ્રંટની વાત કરીએતો સુરવીન એકતા કપુરના શો કહીં તો હોગાથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. સીરિયલમાં આમના શરીફની બહેન ચારૂનો રોલ નિભાવ્યો હતો. શોથી તેને ખુબજ લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ કસૌટી જિંદગી કીમાં તેને કાસ્ટ કરવામાં આવી હતી. અનિલ કપુરના શો 24 અને વેબ સીરીઝ હક સેમાં કામ કર્યુ છે. ટીવી બાદ સરવીને બોલીવુડમાં પણ કામ કર્યુ છે. હેટ સ્ટોરી 2, પાર્ચ્ડ અને ઉંગલી જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તે ગયા વર્ષે આવેલ નેટફ્લિક્સની પોપ્યુલર સીરીઝ સેક્રેડ ગેમ્સમાં નજર આવી હતી.

(5:37 pm IST)