ફિલ્મ જગત
News of Monday, 22nd April 2019

અક્ષય કુમાર અને કેટરીના કૈફ ફરી વાર ધમાલ મચાવવા તૈયાર

નવી દિલ્હી: બોલીવુડમાં ફિલ્મ હિટ થવામાં જેટલો મોટા તેની કહાની, ડાયરેક્શન અને પ્રોડક્શનની ક્વોલિટીનો હોય છે એટલો જ સ્ટાર્સ જોડીઓ પણ ફિલ્મને હિટ બનાવવા માટે જરૂરી છે. કદાચ એટલા માટે અક્ષય કુમાર પોતાની જૂની જોડીદાર કેટરીના કૈફ સાથે એકવાર ફરી બ્લોક બસ્ટર આપવાની તૈયારીમાં છે. 'હમકો દિવાના કર ગયે', 'નમસ્તે લંડન', તીસ માર ખાન', સિંગ ઇઝ બ્લિંગ' અને 'વેલકમ' જેવી બ્લોક બસ્ટર ફિલ્મો બાદ અક્ષય કુમાર અને કેટરીના કૈફની જોડી ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે.

જી હાં! આ સમાચાર સાંભળ્યા બાદ તમારા દિલમાં પણ ફિલ્મનું નામ જાણવાની ઉત્સુકતા વધી ગઇ હશે. તો તમને જણાવી દઇએ કે આ ફિલ્મનું ફક્ત ના જ ડિસાઇડ થયું નથી પરંતુ ફિલ્મના પોસ્ટર શૂટ થઇ ચૂક્યા છે અને પોસ્ટર શૂટ દરમિયાન આ ખુલાસો થયો છે કે કેટરીના કૈફ અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળશે.

ફિલ્મ 'સૂર્યવંશી'ના એલાન સાથે જ તેની હીરોઇનને લઇને ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું હતું અને ઘણીવાર કેટરીનાના નામને લઇને સમાચારો સામે આવ્યા પરંતુ પછી જણાવવામાં આવ્યું છે કે ડેટ્સના કારણે કેટરીનાએ આ ફિલ્મ છોડી દીધી છે. પરંતુ હવે અમારી સહયોગી વેબસાઇટ ડીએનએના સમાચાર અનુસાર અક્ષય કુમાર અને કેટરીનાએ 'સૂર્યવંશી' માટે પોસ્ટર શૂટ પુરા કરી લીધા છે.

તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર અને કેટરીના કૈફએ 'હમકો દીવાના કર દીયા', 'નમસ્તે લંડન', 'તીસ માર ખાન', 'દે ધના ધન', 'સિંગ ઇઝ બ્લિંગ', અને 'વેલકમ' જેવી હિટ ફિલ્મો કરી છે. પરંતુ બંનેએ ઘણા વર્ષોથી સાથે કામ કર્યું નથી. સમાચારોનું માનીએ તો અક્ષય અને કેટરીના જૂનથી ફિલ્મનું શૂટિંગ કરી કરશે. ફિલ્મ આગામી વર્ષે બોક્સ ઓફિસ પર દસ્તક દેશે.

(4:38 pm IST)