ફિલ્મ જગત
News of Monday, 22nd April 2019

સૈફ અલી ખાન અને અમૃતા સિંઘનો પુત્ર ઇબ્રાહીમ અલી ખાન મીડિયાના ફોટોગ્રાફરને જોઇને ગભરાયો

મુંબઈ : સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન હાલમાં મુંબઈમાં ગલીમાં ક્લિક થઈ ગયો હતો. જોકે ઇબ્રાહિમ ફોટોગ્રાફર્સને જોઈને ગભરાઈ ગયો હતો અને મોં છુપાવીને ભાગી ગયો હતો. ઇબ્રાહિમનું આ વર્તન જોઈને અહેસાસ થઈ ગયો છે કે તે મીડિયાને હેન્ડલ કરવા જેટલો પરિપકવ નથી થયો.

નોંધનીય છે કે ફિલ્મ કેદારનાથ અને સિમ્બા દ્વારા રાતોરાત એ લિસ્ટના કલાકારોમાં ગણાતી થઇ ગયેલી અભિનેત્રી સારા અલી ખાને કહ્યું હતું કે મારા કરતાં મારો ભાઇ ઇબ્રાહિમ વધુ ટેલેન્ટેડ છે. સારાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું છે કે એેકવાર હું અખબાર વાંચી રહી હતી ત્યારે ઇબ્રાહિમ એક એકોક્તિ (મોનોલોગ) બોલી રહ્યો હતો. એ એટલો સ્વાભાવિક લાગતો હતો કે મારી ઇચ્છા નહીં હોવા છતાં મારું ધ્યાન એના અભિનય તરફ જતું હતું. એની આંખો બહુ બોલકી છે.

એક મિડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાને એવો અણસાર આપ્યો હતો કે ઇબ્રાહિમને ફિલ્મોમાં અભિનય કરવો હશે તો હું એને પૂરેપૂરો સપોર્ટ આપીશ. જરૂર પડયે હું તેના માટે ફિલ્મ બનાવીશ. ઇબ્રાહિમ હાલમાં લંડનમાં ભણી રહ્યો છે. મેં એને એવી સલાહ આપી છે કે એકવાર તું તારો અભ્યાસ પૂરો કરી લે. પછી તારે જે કરવું હશે એમાં અમે તને મદદ કરીશું.

ઇબ્રાહિમ વયસ્ક થઈને બિલકુલ પિતા સૈફ અલી ખાન જેવો લાગે છે. સૈફે જ્યારે બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી ત્યારે તે જેવો લાગતો હતો એવો જ ઇબ્રાહિમ અત્યારે લાગે છે. કરિયરની વાત કરીએ તો સૈફની બહેન સારા હવે ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલીની 2009માં આવેલી હિટ ફિલ્મ 'Love Aaj Kal'ની સિક્વલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે. મૂળ ફિલ્મમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની જોડી હતી અને હવે સિક્વલમાં સારા અલી ખાન તેમજ દીપિકા પાદુકોણ જોવા મળશે.

(4:37 pm IST)