ફિલ્મ જગત
News of Monday, 22nd April 2019

ફરી એક વખત વિલનગીરી કરશે પ્રતિક બબ્બર

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'દરબાર'ના પોસ્ટર રિલીઝ થઇ ગયા છે. લાયકા પ્રોડકશન બેનરની આ ફિલ્મ ૨૦૨૦માં આવવાની છે. ફિલ્મમાં બોલીવૂડના સ્ટાર પ્રતિક બબ્બરને વિલનનો રોલ અપાયો છે. એ.આર. મુરૂગાદોસ નિર્દેશીત આ ફિલ્મમાં પચ્ચીસ વર્ષ પછી રજનીકાંત પોલીસ અધિકારીનો રોલ નિભાવશે. ફિલ્મમાં નયનતારા, નિવેદા, રવિ કિશન અને કૃણાલ ખેમૂની પણ મહત્વની ભૂમિકા છે. બાગી-૨માં પ્રતિક બબ્બે નેગેટીવ રોલ નિભાવ્યો હતો. હવે તે રજનીકાંત સામે વિલનગીરી કરશે. પ્રતિકે કહ્યું હતું કે હાલના સમયમાં આ ફિલ્મ મને મળી તે સપનુ સાકાર થવા જેવું છે. આ વર્ષ મારા માટે ખુબ સકારાત્મક છે. રજનીકાંત સર અને એ.આર. મુરૂગાદોસ સાથે કામ કરવા માટે હું ઉત્સુક છું. પ્રતિકે ગયા વર્ષે બાગી-૨માં ટાઇગર શ્રોફ સામે વિલનગીરી કરી હતી. તેની પાસે હાલમાં મહેશ માંજરેકરની પાવર અને અનુભવ સિન્હાની અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ નામની ફિલ્મો પણ છે.

(9:51 am IST)