'જબરીયા જોડી' પર સિધ્ધાર્થને છે ખુબ જ આશા
સિધ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી પરિણિતી ચોપડાની ફિલ્મ 'જબરીયા જોડી'નું શુટીંગ પુરૂ થઇ ગયું છે. આ વાત રજૂ કરવા માટે એક વિડીયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરાયો છે. જેમાં સિધ્ધાર્થ, પરિણિતી અને ટીમના બીજા સભ્યો મસ્તી કરતાં જોવા મળે છે. સિધ્ધાર્થ ટીમ સાથે ઘોષણા કરતો દેખાય છે. ઉપરાંત હોળી ગીતના અંશ પણ જોવા મળે છે. સિધ્ધાર્થને આ ફિલ્મ ઉપર ખુબ આશા છે. તેને ઘણા સમયથી એક હિટ ફિલ્મની જરૂર છે. આ ફિલ્મની કહાની સત્ય ઘટના પર આધારીત છે. થોડા સમય પહેલા એક છોકરીએ તેના પ્રેમીને તે લગ્ન મંડપમાં બીજી છોકરી સાથે લગ્નની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ ગન બતાવીને અપહરણ કરી લીધુ હતું. આ કહાની ફિલ્મમાં જોવા મળશે. લખનોૈમાં ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ કરવામાં આવ્યું છે. યુપી-બિહાર સંબંધીત આ કહાની છે. ૧૨મી જુલાઇએ ફિલ્મ સિનેમાઘરમાં આવશે.