અક્ષયની કેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગઃ પહેલા જ દિવસે ૨૨ કરોડનો બિઝનેસ
નવીદિલ્હી, તા.૨૨: કેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ ધૂળેટીના દિવસે બોકસ ઓફિસ પર અક્ષય કુમારની કેસરી અને અભિમન્યુ દાસાણીની ડેબ્યુ ફિલ્મ મર્દ કો દર્દ નહિ હોતા રીલીઝ થઈ હતી. અક્ષય કુમાર માટે ગયુ વર્ષ સારુ રહ્યું હતું. તેની ત્રણેય મૂવી પેડમેન, ગોલ્ડ અને ૨.૦એ બોકસ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ વર્ષે અક્ષય કુમાર કેસરી લઈને હાજર થયો છે.
કેસરીના ઓપનિંગના આંકડા ખૂબ જ ઉત્સાહજનક છે. ફિલ્મે બમ્પર ઓપનિંગ મેળવ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ૨૦૧૯માં કેસરીને અત્યાર સુધી સૌથી મોટું ઓપનિંગ મળ્યું છે. ફિલ્મે કુલ ૨૨ કરોડનો બિઝનેસ કર્યો છે. એ પણ વાત નોંધનીય છે કે હોળીના દિવસે ઘણા થિયેટર્સમાં સવારના ભાગમાં સ્ક્રીન્સ બંધ રહ્યા હતા. નહિ તો ફિલ્મનો વકરો આનાથી પણ વધારે થયો હોત.