News of Thursday, 22nd March 2018
અલી-શ્રધ્ધાને લઇને તિગ્માંશુએ શરૂ કર્યુ શુટીંગ
બોલીવૂડની અભિનેત્રીઓ સાઉથમાં અને ત્યાંની અભિનેત્રીઓ બોલીવૂડમાં કામ કરતી થઇ ગઇ છે. અગાઉ વૈજયંતિમાલા, શ્રીદેવી, હેમામાલિની, નિધી અગ્રવાલ, અસીન સહિતની અભિનેત્રીઓ બોલીવૂડમાં કામ નામના મેળવી ચુકી છે. વધુ એક સાઉથની સુંદરી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. તેનું ના શ્રધ્ધા શ્રીનાથ છે. મિલન ટોકિઝ નામની ફિલ્મ બનવાની યોજના લાંબા સમયથી ચાલી રહી છે. પાંચેક વર્ષથી આ ફિલ્મની ચર્ચા છે. પહેલા શાહિદ કપૂરને લઇને ફિલ્મ બનાવવાની ઘોષણા થઇ હતી. હવે આ ફિલ્મનું શુટીંગ અંતે લખનોૈમાં શરૂ થઇ ગયું છે. તિગ્માંશુ ધુલીયાએ હીરો તરીકે અલી ફઝલ અને હીરોઇન તરીકે શ્રધ્ધા શ્રીનાથને ફાઇનલ કરી લીધા છે. આ બંનેના અનેક સિન પણ ફિલ્માવાઇ ગયા છે.
(10:06 am IST)