બીગ બોસ - ૧૪ની વિજેતા બની રૂબિના
ટ્રોફી સાથે ઈનામમાં મળ્યા ૩૬ લાખ : નીકી તંબોલી અને રાહુલ વૈદ્ય બન્યા રનર્સઅપ
મુંબઈ : રૂબીના દિલૈકે બિગ બોસ ૧૪ની ફાઈનલ જીતી લીધી છે. બિગ બોસન ઓફિશિયલ પેજેસના જણાવ્યા અનુસાર રૂબીના દિલૈકે શાનદાર ગેમ રમી અને રાહુલ વૈદ્યને ધોબી પડછાટ આપી છે. વિજેતા ૩૬ લાખ રૂપિયા માટે રમ્યા હતા. ત્યારે હવે ખબર આવી રહી છે કે, અલી ગોની શોમાંથી એવિકટેડ થઈ ગયા છે. આમ આ રીતે ટોપ થ્રીમાં રૂબીના દિલૈક, નિક્કી તમ્બોલી અને રાહુલ વૈદ્ય રહ્યા હતા.
રૂબિનાએ શરૂઆતથી લઈને અંત સુધી શોમાં અત્યંત મજબૂતીથી -દર્શન કર્યું હતું. જ્યારે રૂબિના શોમાં આવી ત્યારે તે પોતોના પતિ અભિનવ શુકલાની સાથે હતી. હતી, પરંતુ તે હંમેશા પોતાની જે ગેમ રમીને જીતી હતી, તે ઘણી વખત હાઈલાઈટ પર રહી હતી, તેમને શો હોસ્ટ અને અભિનેતા સલમાન ખાને ઘણી વખત ફટકાર પણ લગાવી હતી. પરંતુ રૂબિના પોતાના વ્યકિતત્વ પર અડીખમ રહી હતી. ત્યારે રૂબિનાએ તે સાબિત કરી દીધું કે તેઓ શરૂઆતથી જ પોતાની રિયલ પર્સનાલીટી દેખાડી રહી હતી. જેના કારણે તે ટ્રોફીની હકદાર રહી હતી.