ફિલ્મ જગત
News of Thursday, 22nd February 2018

હું મારી જાતને સ્ટાર માનતી જ નથી: તાપસી પન્નુ

મુંબઇ: અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું હતું કે મારા નામ માત્રથી દર્શકો થિયેટર સુધી દોડી આવે એવી સ્ટાર હજુ હું બની નથી, હું મારી જાતને સ્ટાર માનતી નથી. પિન્ક અને નામ શબાના પછી રૂ ધવન સાથેની જુડવા ટુ સુપરહિટ થતાં રાતોરાત તાપસી લિસ્ટના કલાકારોની યાદીમાં આવી ગઇ હતી. તાજેતરમાં એક મેગેઝિને એને મોસ્ટ પાવરફૂલ વૂમન ઑફ ધી યર ગણાવી હતી. વિશે પૂછતાં તાપસીએ કહ્યું કે મિડિયાને જે લખવું હોય તે લખે. હું મારી જાતને હજુ સ્ટાર માનતી નથી. હું એવા કલાકારોમાં નથી આવતી જેમનું નામ પોસ્ટરમાં જોઇને દર્શકો થિયેટર તરફ દોટ મૂકે. હું હજુ સેટલ થઇ રહી છું. મારી જાતને હું મોસ્ટ સેલેબલ કલાકાર માનતી નથી. 'હું હજુ સતત સંઘર્ષ કરી રહી છું. કોઇ શુક્રવાર મારા નામે ચડે એવા દિવસો હજુ આવ્યા નથી પરંતુ દિશામાં મારો પુરૂષાર્થ ચાલુ છે. મારા નામે દર્શકો દોડતાં થાય એવા મારા પ્રયાસો હજુ ચાલુ છે' એમ તાપસીએ કહ્યું હતું. ૨૦૦૮માં મોડેલિંગથી કારકિર્દી શરૃ કરનારી તાપસીએ સાઉથની એક તેલુગુ ફિલ્મ ઝુમ્માડી નાદમ (૨૦૧૦)થી ફિલ્મોમાં અભિનય શરૃ કર્યો હતો. ત્યારબાદ ત્રણેક વર્ષ પછી ચશ્મે બદ્દુર ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં પ્રવેશી હતી.

 

 

(3:36 pm IST)