ફિલ્મ જગત
News of Saturday, 22nd January 2022

પ્રિયંકા ચોપરા માતા બની : સરોગસીથી થયો બાળકનો જન્‍મ

પ્રિયંકા ચોપરાએ ઇન્‍સ્‍ટાગ્રામ પર આપી માહિતી : નીક જોનાસ બન્‍યો પિતા

ન્‍યૂયોર્ક તા. ૨૨ : બોલિવૂડની અભિનેત્રી અને હોલિવૂડના સુપ્રસિદ્ધ ગાયક નિક જોનાસની પત્‍ની પ્રિયંકા ચોપરાએ સૌને ચોંકાવી દીધા છે પ્રિયંકા ચોપરા એક બાળકની માતા બની છે. એક્‍ટ્રેસે જાતે આ વાતની જાણકારી આપતા ચાહકો ચોંકી ગયા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના ઘરે સરોગસીથી બાળક જન્‍મ્‍યુ છે
બોલિવૂડ એક્‍ટ્રેસે ઈન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ મૂકીને જણાવ્‍યું કે મને જણાવતા આનંદ થાય છે કે હું માતા બની છું. અમારા ઘરે સરોગસીથી બાળકનો જન્‍મ થયો છે.આ અમારા માટે ખુશીની વાત છે અમે પરિવાર માટે પ્રાઇવેસીની અપેક્ષા રાખીએ છીએ.
પ્રિયંકા ચોપરાએ વર્ષ ૨૦૧૮માં રાજસ્‍થાનમાં ઉમેદ પેલેસની અંદર ધામધૂમથી નિક જોનાસ સાથે લગ્ન કર્યુ હતું. પ્રિયંકા પતિ નિક સાથે અમેરિકામાં સ્‍થાયી થઈ છે.
થોડા સમય પહેલાં જયારે પ્રિયંકા ચોપરાએ પોતાની અટકમાંથી જોનાસ હટાવ્‍યું ત્‍યારે એક્‍ટ્રેસના છૂટાછેડાની વાતો સામે આવી હતી. જોકે, ત્‍યારબાદ આ અહેવાલો ખોટા સાબિત થયા હતા ત્‍યારે હવે પ્રિયંકાના આ સમાચારે સૌને ચોંકાવી દીધા છે.
સરોગેટ મધર એટલે કેસ્ત્રી અને પુરૂષના બીજને કોઈ અન્‍ય મહિલાના ગર્ભમાં ઉછેરવા માટે મૂકવામાં આવે છે. ત્‍યારબાદ આ મહિલાના ગર્ભમાં બાળકનો ઉછેર થઈ અને જન્‍મ થાય છે જેને સરોગેટ મધર કહેવામાં આવે છે. પ્રિયંકા આ સરોગેટ મધરના આશિર્વાદથી માતા બની શકી છે.
વર્ષ ૨૦૧૬માં ભારત સરકારે પ્રિયંકા ચોરપરાને પદ્મશ્રીથી સન્‍માનિત કરી હતી. ટાઇમ મેગેઝિન દ્વારા તેને વિશ્વની સૌથી ૧૦૦ પ્રભાવશાળી વ્‍યક્‍તિમાં શામેલ કરી હતી. વર્ષ ૨૦૦૦માં મીસ વર્લ્‍ડ બનેલી પ્રિયંકા અમેરિકન ટેલિવિઝન સીરિઝમાં કામ કરવા ગઈ ત્‍યારે નિક જોનાસના સંપર્કમાં આવી હતી.

 

(12:34 pm IST)