ફિલ્મ જગત
News of Friday, 22nd January 2021

યશ પંડિત ટીવી પરદે ડોકટરના રોલમાં

ટીવી પરદા પર આવતાં અલગ-અલગ શોમાં સમયાંતરે ટ્વિસ્ટ આવતા રહે છે અને એ કારણે દર્શકો શો સાથે જોડાયેલા રહે છે. સ્ટાર પ્લસનો શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં દર્શકોને પસંદ પડ્યો છે. આ શો પાંચમા રેન્ક સુધી પહોંચી ગયો હતો. હવે શોમાં નવા પાત્રની એન્ટ્રી થઇ છે. અભિનેતા યશ પંડિતની એન્ટ્રી થઇ છે. જે આ શોમાં ડો. પુલકિતનું પાત્ર ભજવી રહ્યો છે. તે મેડિકલ કોલેજના પ્રોફેસરના રોલમાં છે. જયારે દેવ્યાની ચોૈહાણ (મિતાલી નાગ દ્વારા અભિનિત) પાત્રનો તે પતિ છે. યશ પંડિતે કહ્યું હતું કે હું મારી જાતને નસિબદાર સમજુ છું કે મને આ રોલ મળ્યો. મારે ટીવી પરદે પાછુ ફરવાનું હોઇ એવા સમયે અલગ જ રોલ મને મળશે તેવી આશા ફળી છે. આ એક આદર્શ પાત્ર છે, જે મેં કદી પણ નિભાવ્યું નથી. આ તક મને બિલકુલ યોગ્ય સમય પર મળી છે. મેં મારા પાત્ર માટેની પ્રેરણા સ્પેનિશ વેબ સિરીઝ અને શિક્ષકો તથા પ્રોફેસરોમાંથી લીધી છે.

(9:58 am IST)