ફિલ્મ જગત
News of Friday, 22nd January 2021

ત્રીજી સિઝન માટે તૈયાર છે કિર્તી

ચાર સખીઓ, તેમની મિત્રતા, વર્ક-લાઇફમાં વિવાદ, મહત્વાકાંક્ષા અને પુરૂષ પ્રધાન સમાજ સહિતના મુદ્દાઓને કારણે ચર્ચાસ્પદ અને હિટ રહેલી વેબ સિરીઝ 'ફોર મોર શોટ્સ પ્લીઝ'ની બે સિઝન દર્શકોને ખુબ ગમી હતી. હવે ત્રીજી સિઝનનું શુટીંગ પણ ઝડપથી શરૂ થવાનું છે. અભિનેત્રી કિર્તી કુલ્હારી છેલ્લે ક્રિમીનલ જસ્ટીસની બીજી સિઝનમાં મુખ્ય રોલમાં જોવા મળી હતી. તેમાં તેના અભિનયના ભરપુર વખાણ થયા હતાં. ફોર મોર શોટ્સની ત્રીજી સિઝનનું શુટીંગ પણ હવે શરૂ થઇ જશે તે અંગે કિર્તીએ કહ્યું હતું કે અગાઉની જેમ જ અભિનેત્રીઓ સયાની ગુપ્તા, માનવી ગાગરૂ અને બાની જે. ત્રીજી સિરીઝમાં પણ યથાવત છે. કિર્તીએ પોતાના સહિત ચારેય અભિનેત્રીઓની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે અમે ફરીથી આવી રહ્યા છીએ. કિર્તીએ કહ્યું હતું કે આ ત્રણેય ક્રેઝી ગર્લ સાથે કામ કરવાની ફરીથી મજા આવશે.

(9:58 am IST)