ફિલ્મ જગત
News of Tuesday, 22nd January 2019

જેવી રીતે અભિષેકને નફરતનો સામનો કરવો પડ્યો છે તે ડરામણુ છેઃ શ્વેતા બચ્ચન પોતાના બાળકોને ફિલ્મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ઝંપલાવવા નહીં દે

 

Photo: 237721-h

મુંબઇઃ બચ્ચન પરિવારના બે મુખ્ય સદસ્યો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા કોફી વીથ કરણ નામના શોમાં સામેલ થયા હતા.

અભિષેક અને શ્વેતા કોઈ શોમાં પહેલીવાર એકસાથે પહોંચ્યા હતા. કરણ જોહર અને બચ્ચન પરિવારનો જૂનો સંબંધ છે અને શ્વેતા, કરણ અને અભિષેક ખૂબ જ જૂના મિત્રો છે. આ દરમિયાન કોઈ ઘણી એવી વાતો સામે આવી જે કદાચ પબ્લિકમાં સામે આવી નથી.

શ્વેતા, અભિષેકથી ઉંમરમાં બે વર્ષ મોટી છે અને તે અભિષેક સાથે અમેરિકામાં અભ્યાસ દમિયાન રહી ચૂકી છે. એવામાં તે અભિષેકને લઈને ઘણી પ્રોટેક્ટિવ છે. કરણ જોહરે જ્યારે શ્વેતાને પૂછ્યું કે પોતાના બાળકોને બોલિવૂડમાં જાય તે કેમ ઈચ્છતી નથી તેના પર શ્વેતાએ અભિષેકને ઉદાહરણ આપ્યું. શ્વેતાએ કહ્યું કે જેવી રીતે અભિષેકને નફરતનો સામનો કરવો પડ્યો છે તે ડરામણું છે.

શ્વેતાએ જણાવ્યું કે લોકો જેવા પ્રકારની વાતો અભિષેક બચ્ચન વિશે સોશિયલ મીડિયામાં લખે છે કે તે પોતાના બાળકો માટે આવી વાતોનો ક્યારેય સામનો કરવા નહીં ઈચ્છે. શ્વેતાએ કહ્યું કે અભિષેકમાં ઘણી હિંમત છે કે તે લોકોની આટલી વાત સાંભળી લે છે અને તેના પર રિએક્ટ નથી કરતો. પરંતુ તે પોતાના બાળકો માટે આવું ક્યારેય નહીં સાંભળી શકે.

તો એના પર અભિષેકે કહ્યું કે, ઘણીવાર લોકો સોશિયલ મીડિયામાં પોતાની તમામ હદ પાર કરી નાખે છે અને સ્ટાર હોવાથી તેને બધી વાતો સાંભળવી પડે છે. અભિષેકે જણાવ્યું કે તેને હવે આ વાતોની આદત પડી ગઈ છે. આ શો દરમિયાન એવી ઘણી વાતો સામે આવી. જે મુજબ ઘરમાં જયા બચ્ચન આગળ કોઈનું ચાલતું નથી.

(5:22 pm IST)